મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં જુના આર.ટી.ઓ. પાસે ધુલિયાથી સુરત જતાં રોડ ઉપરથી વગર પાસ પરમિટે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે પીકઅપ ટેમ્પોનાં ચાલકને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરાયો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૩/૦૧/૨૦૨૫ નાંરોજ જુના આર.ટી.ઓ. પાસે વાહન ચેકિંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યનાં નવાપુર તરફથી એક બોલેરો પીકઅપ ટેમ્પો નંબર જીજે/૧૯/એક્ક્ષ/૦૮૨૮માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી વ્યારા તરફ આવે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો જુના આર.ટી.ઓ. પાસે વોચમાં ઉભા હતા તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતાં જોઈ પોલીસે તેણે હાથનો ઈશારો કરી રોડની સાઈડમાં ઉભો કરવી પોલીસે ટેમ્પો ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, તેણે પોતાનું નામ હરીશભાઈ ઉર્ફે પરેશભાઈ પ્રભુભાઈ ચૌધરી (ઉ.વ.૪૧., રહે.જુના કાકરાપાર, ડેમ ફળિયું, તા.બારડોલી, જિ.સુરત., મૂળ રહે.બાલ્દા ગામ, જામણી ફળિયું)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં તપાસ હાથ ધરતા ટેમ્પોમાં પાછળનાં ભાગે શેરડીનાં ચીમડીનાં નીચે પૂંઠાનાં બોક્ષમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં ૭ નંગ બોક્ષ મળી આવ્યા હતા જેમાં ગણી જોત કુલ ૧૬૮ નંગ બોટલો મળી આવી હતી જેઈ કિંમત રૂપિયા ૨૩,૨૮૦/- હતો. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો દિનેશભાઈ હુર્ષાભાઈ ગાવિત (રહે.લક્કડકોટ ગામ, તા.નવાપુર, જિ.નંદુરબાર)નાં હોવાનું જાણવા મળ્યું હતું. આમ, પોલીસે વિદેશી દારૂનો જથ્થો, એક નંગ મોબાઈલ અને બોલેરો પીકઅપ ટેમ્પો મળી કુલ રૂપિયા ૪,૨૮,૨૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ ટેમ્પો ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે પ્રોહી.મુદ્દામાલ પૂરો પાડનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500