મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં વાલોડ તાલુકાનાં બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતાં બારડોલીથી સોનગઢ તરફ જતાં નેશનલ હાઈવે પરથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભેંસો ભરી જતાં ટ્રક ચાલક અને કલીનરને ઝડપી પાડી રૂપિયા 9,83,000/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે એકને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડનાં બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતાં બારડોલીથી સોનગઢ તરફ જતાં નેશનલ હાઈવે નંબર 53નાં રોડ ઉપરનાં ચેકપોસ્ટ પાસેથી એક અશોક લેલન્ડ કંપનીનો ટ્રક નંબર GJ/17/XX /1487નો ચાલક અલ્તાફશા ફિરોજશા દીવાન (ઉ.વ.૨૬.,રહે.કોલીયાડ, દરગાહની સામે, તા.કરજણ, જિ.વડોદરા) અને કલીનર ફિરોજભાઇ ઇસ્માઇલભાઈ મલેક (ઉ.વ.૩૪., રહે. ભોજ,મલેકપુર, તા.પાદરા, જિ.વડોદરા)નાઓએ પોતાના કબ્જાના ટ્રકમાં કૂલ 16 નંગ ભેંસો ગેરકાયદેસર રીતે અને ખીંચોખીંચ ભરી ટુંકી દોરીથી બાંધ્ય હતા. તેમજ ટ્રકમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા ન રાખી હોય તેમજ પ્રાથમિક સારવારનાં સાધનો ન રાખી અને કોઇ સત્તાધારી અધિકારીનાં પ્રમાણપત્ર વગર ભરી વહન કરતા હતા.
આમ, પોલીસે ટ્રક જેમાં કૂલ 16 નંગ ભેંસો જેની કિંમત રૂપિયા 4,80,000/- તથા ટ્રક જેની કિંમત રૂપિયા 5,00,000/- અને એક નંગ મોબાઈલ મળી કૂલ રૂપિયા 9,83,000/-નાં મુદ્દામાલ સાથે કબ્જે કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે વધુ પૂછપરચ આ ટ્રકમાં સિકંદરભાઈ કમાલઅલી સૈયદ (રહે.કણભા ગામ, સૈયદ ફળીયું, તા.કરજણ, જિ.વડોદરા)એ ભેંસો ભરી આપતા આ ગુન્હામાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે વાલોડ પોલીસે ટ્રક ચાલક અને કલીનરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ એકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500