Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્લાસ્ટિકની પ્લેટની આડમાં દારૂનો જથ્થો સંતાડી લઈ જતા ચાલક અને ક્લીનરની ધરપકડ

  • October 23, 2024 

વલસાડ રૂરલ પોલીસની ટીમે અતુલ હાઈવે પાસે પ્લાસ્ટિકની પ્લેટનો જથ્થો ભરેલા ટેમ્પોની આડમાં સંતાડવામાં આવેલા દારૂ-બિયરના રૂ.૪.૨૩ લાખથી વધુના જથ્થા સાથે મુંબઈ વિસ્તારના ટેમ્પો ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે. બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે. વલસાડ રૂરલ પોલીસની ટીમે અતુલ હાઈવેના ઓવર બ્રિજ ઉતરતા અને સુરત તરફ જતા હાઈવે પાસે પ્રોહિબિશનની વોચ રાખી હતી. આ દરમિયાન પોલીસને ટેમ્પોનો ચાલક અને ક્લીનર પ્લાસ્ટિકની પ્લેટની આડમાં દારૂ-બિયરનો જથ્થો સંતાડીને સુરત તરફ જવા માટે નીકળ્યો હોવાની બાતમી મળી હતી.


જે બાતમીના આધારે પોલીસે ટેમ્પોને અટકાવી, તપાસ કરતા, ટેમ્પોમાંથી દારૂ-બિયરની ૬૨૪૦ બોટલો જેની કિંમત રૂપિયા ૪,૨૩,૬૦૦/- મળી આવી હતી. પોલીસે દારૂ-બિયરનો જથ્થો, ટેમ્પો, બે મોબાઈલ ફોન, પ્લાસ્ટિકની પ્લેટો મળી કુલ રૂપિયા ૧૨,૮૩,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈને ચાલક આરીફ અમાનુલ્લા ખાન (રહે.પ્લોટ નંબર ૪૩ સી/૪ રોડ, મ્યુનિસિપલ શાળા ૨ પાસે, બેંગનવાડી, ગોવંડી મુંબઈ સિટી) અને ક્લીનર અહેજાઝ ઉર્ફે અજાજ નઈમ મિર્ઝા બેગ (રહે.ઝૂંપડપટ્ટી રોડ, નંબર ૧૩, મ્યુનિસિપલ શાળા ૨ પાસે, બેંગનવાડી, ગોવંડી મુંબઈ સિટી)ની ધરપકડ કરી હતી. પોલીસે મુંબઈના કોલાડ વિસ્તારના અલીભાઈ શેખ અને દમણના ગુરુભાઈ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરાયા હતા. જે બાબતની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકમાં નોંધાતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application