Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

'ડ્રીમ ગર્લ 2' આયુષ્માન ખુરાનાના કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની, ફિલ્મ બોક્સ ઓફીસ પર મચાવી રહી છે ધમાલ

  • August 28, 2023 

બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાએ ફરી એક વખત પૂજા બનીને ચાહકોનું દિલ જીતી લધુ છે. ઓપનિંગ ડે પર આ ફિલ્મે 10.69 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે જ 'ડ્રીમ ગર્લ 2' આયુષ્માન ખુરાનાના કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ હતી. રવિવારે પણ ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું હતું. 'ડ્રીમ ગર્લ 2'માં આયુષ્માન ખુરાનાએ ફરી એક વખત પૂજા બનીને લોકોના દિલની ઘંટી વગાડી છે. વર્ષ 2019માં રિલીઝ થયેલ આ ફિલ્મનો પ્રથમ પાર્ટ પર ખૂબ જ શાનદાર હતો.



જેના કારણે હવે તેની સીક્વલને પણ ચાહકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. હવે આ કોમેડી ડ્રામા ફિલ્મને જોવા માટે થિયેટરોમાં મોટા પ્રમાણમાં ઓડિયન્સ જઈ રહી છે. ટ્રેન્ડ એનાલિસ્ટના પ્રમાણે ઓપનિંગ ડે પર 'ડ્રીમ ગર્લ 2'એ 10.69 કરોડની કમાણી કરી હતી. શનિવારે ફિલ્મની કમાણીમાં વધારો થયો હતો અને 14.02 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું. બીજી તરફ આ ફિલ્મને રવિવારનો ઘણો ફાયદો થયો હતો. ફિલ્મે રિલીઝના ત્રીજા દિવસે એટલે કે, રવિવારે 16 કરોડનું જબરજસ્ત કલેક્શન કર્યું હતું.



આ સાથે જ ફિલ્મે આ ત્રણ દિવસમાં 40.71 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. લાંબા સમય બાદ આયુષ્માન ખુરાનાની ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. એક્ટર પણ પોતાની ફિલ્મની સક્સેસને ખૂબ એન્જોય કરી રહ્યો છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના ઉપરાંત અનન્યા પાંડે, અન્નૂ કપૂર, પરેશ રાવલ, વિજય રાજ, રાજપાલ યાદવ, અસરાની, સીમા પાહવા અને મનોજ જોશી સહિત અનેક એક્ટર્સ મહત્વના રોલમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application