ઔદ્યોગિક હબ બનેલા કચ્છના ગાંધીધામ શહેરને એક નવું નજરાણું મળી રહ્યું છે. વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ હતાશ થયેલા કચ્છને બે દાયકામાં પુન: ધબકતા કરવામાં સરકાર અને સ્થાનિકોની મહેનત નોંધનીય છે. સ્થાનિકો અને પરપ્રાંતિઓથી બનેલું શહેર ગાંધીધામ મીની ભારત કહેવાય છે. જ્યાં ભારતના દરેક ખૂણામાંથી રોજીરોટી મેળવવા માટે શ્રમિકો,પરપ્રાંતિય શ્રમિકો,કામદારો અને મોટી ઔદ્યોગિક વસાહતો વસાવનારા લોકો અને કંપનીઓએ ગાંધીધામને મીની ભારત બનાવ્યું છે.
વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ કચ્છમાં ગાંધીધામ વિવિધ કંપનીઓ અને ઔદ્યોગિક એકમો દ્વારા રોજગારી પુરી પાડતું શહેર જ નહીં પણ વિવિધ ભારતીય સંસ્કૃતિઓને ઉજાગર કરતું અનોખું શહેર છે. જ્યાં ભારતમાંથી વસતા અનેક પરપ્રાંતિઓની લોક સંસ્કૃતિ,સામાજિક મેળવડા અને શૈક્ષણિક તેમજ સરકારી કાર્યક્રમો અને યોજનાઓનો લાભ આપવાના કાર્યક્રમો થતા રહે છે.કોમર્શિયલ સેક્ટર તરીકે નામાંકિત ગાંધીધામમાં એક વિશાળ કન્વેન્શન સેન્ટરની જરૂરિયાતને ધ્યાને લઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ શહેરમાં વિશાળ સેન્ટર બનાવવાનું સપનું રજૂ કર્યું હતું .જેને સાકાર કરવામાં દિનદયાળ પોર્ટ ઓથોરિટીએ મહત્વનું યોગદાન આપ્યું અને સાકાર કર્યું ડૉ. બાબા સાહેબ આંબેડકર કન્વેસન સેન્ટર.
ગાંધીધામ ખાતે આદિપુર ગાંધીધામને જોડતા ટાગોર રોડ પર સાડા ત્રણ લાખ ચોરસ ફૂટમાં પથરાયેલાં સંકુલમાં ૧૨૦૦ વ્યકિતની બેઠક ક્ષમતા છે તેમજ હોલની બહાર ૫૦૦ વ્યકિત બેસી શકે તેવા રૂ.૩૯ કરોડના ખર્ચે દીનદયાળ પોર્ટ ઓથોરીટી દ્વારા નિર્મિત આધુનિક સુવિધા સાથેના ડો.બાબા સાહેબ આંબેડકર કન્વેશન સેન્ટરનો શિલાન્યાસ ૨૦૧૭માં વડાપ્રધાનશ્રીએ કર્યો હતો તેનું પણ લોકાર્પણ કરાશે..ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર કન્વેશન સેન્ટર બાદ રાજયનું આ બીજા નંબરનું સૌથી મોટું સંમેલન સેન્ટર બન્યું છે.
દીનદયાળ પોર્ટ ઓથોરિટી- ડીપીએ દ્વારા રૂ.૩૯ કરોડના ખર્ચે આધુનિક સુવિધા સાથેનું ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કચ્છની મુલાકાતે આવનારા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવશે. રાજયની રાજધાની ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર બાદ રાજ્યનું આ બીજા નંબરનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર હશે જેનું લોકાર્પણ થશે . દેશના મુખ્ય બાર બંદરોમાં પ્રથમ ક્રમે રહેનાર કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રમાં અગ્રણી દિનદયાળ પોર્ટ ઓથોરિટી- ડીપીએ દ્વારા નિર્માણ પામનારા આ સેન્ટરનું વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભુમિપૂજન કરાયું હતું તેમની સુચના અને સ્વપ્નાઓ મુજબ તૈયાર કરેલા આ સેન્ટરને સાકાર કરવામાં પોર્ટના અધ્યક્ષ સહિત તમામ કર્મયોગીઓએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે.સાડા ત્રણ લાખ ચોરસ ફૂટમાં બનેલા કન્વેશન સેન્ટરનું સંકુલ જેમાં પંદર હજાર ચોરસ ફુટમાં વાતાનુકુલિત હોલ છે. આગળના ભાગે સિત્તેર હજાર ચોરસ મીટરમાં ફુટલોન આવેલી છે. આ હોલમાં ૧૨૦૦ વ્યક્તિની બેઠક ક્ષમતા છે તેમજ હોલની બહાર પણ ૫૦૦ વ્યક્તિ બેસી શકે તેવી વ્યવસ્થા છે.
ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર બાદ ગાંધીધામમાં આવેલું આ સેન્ટર રાજ્યમાં બીજા નંબરનું સૌથી મોટું સંમેલન કેન્દ્ર બનશે. આધુનિક સુવિધાથી સજ્જ આ કેન્દ્રમાં ઈન્ડોર અને આઉટડોર ગ્રીન લેન્ડસ્કેપ સાથે પાર્ટીશન સુવિધા છે. આ સેન્ટરમાં રિસેપ્શન રૂમ,ભવ્ય કાફેટેરિયા,આધુનિક રેસ્ટોરન્ટ,વીઆઇપી રેસ્ટ રૂમ,સેન્ટ્રલી એસી હોલ,વેન્ટિલેશન,પાવર બેકઅપ,ફાયર સેફ્ટી,પીએ સિસ્ટમ,લિફ્ટ,સીસીટીવી કેમેરા, બેઝમેન્ટ પાર્કિંગ સહિતની આધુનિક ઊભી કરવામાં આવી છે. સિસ્મિકપ્રૂફ સ્ટ્રકચરના પરિમાણોથી નિર્માણ આ સેન્ટરમાં સંસ્થાઓ,શાળાઓ,ઔદ્યોગિક એકમોની બેઠકો,સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી શકાશે. જેનાથી ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારના લોકોને વિશેષ સુવિધાઓ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024