ઠાસરા પંથકમાંથી બનાવટી માર્કશીટ-સર્ટીફીકેટ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉત્તરપ્રદેશના ડો.અખીલેશ પાંડેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
ખેડા એલસીબીની ટીમે આરોપી ડો. અખિલેશ પાંડે દેરહાદુન છુપાયો હોવાની જાણ થતાં પોલીસે દિલ્હી પહોંચી આ વ્યક્તિને પકડવા છટકું ગોઠવી ઉત્તરાખંડના દહેરાદૂનથી દિલ્હી બોલાવ્યો હતો. દિલ્હીથી પકડાયેલ મુખ્ય સુત્રધાર ડો. અખિલેશ પાંડે ડુપ્લીકેટ માર્કશીટનું નેટવર્ક હાલ ઉત્તરાખંડથી ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. ખેડા એલસીબીની ટીમ મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
રિમાન્ડ દરમિયાન ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ આરોપી પાસેથી મોટા ખુલાસા થઈ શકે એમ છે. ગુજરાતમાં કયા કયા જીલ્લાઓમાં આરોપીઓએ કોને કોને ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટીફીકેટ આપ્યા છે તેની ખેડા એલસીબી પોલીસ તપાસ કરી રહી છે. આરોપી ડો. અખિલેશ ફોન દ્વારા હરીશ શર્મા ઉર્ફે રાજકુમારને માર્કશીટ અને સર્ટીફીકેટ બનાવડાવતો હોવાનુ અને ડો. અખિલેશ પાંડે હોટલ મેનેજમેન્ટનો ટ્રેનર હોવાનું જણાવ્યું છે. આ રેકેટનો મુખ્ય સુત્રધાર ડો. અખિલેશ પાંડે અગાઉ આણંદ, અમદાવાદ, દિલ્હી, હરિયાણાના શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક તરીકે નોકરી કરી ચૂક્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500