Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ તાલુકાનો ડોસાવાડા ડેમ પોતાની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચ્યો

  • July 22, 2024 

તાપી જિલ્લાના સોનગઢમાં આ આવેલો રજવાડી સમયનો ડોસવાડા ડેમ ભારે વરસાદના કારણે 70 ટકા ભરાયો છે. આ ડેમ આ સિઝનમાં પહેલીવાર આટલો બધો ભરાયો છે અને ગમે તે સમયે ઓવરફ્લૉ થવાની શક્યતા છે. આ ડેમની પૂર્ણતઃ સપાટી 123.44 મીટર (405 ફૂટ) છે. આજે એટલે કે તા.22મી જુલાઇ રોજ સવારે 8:30 કલાકે ડોસવાડા ડેમની સપાટી 122.20 મીટર (400.11ફૂટ) પહોંચેલ છે. આ ડેમમાં તેની કુલ સંગ્રહ શક્તિ 70 ટકા જથ્થો પાણી ભરાયેલ છે. જેથી ડેમની હાલની સપાટી warning સ્ટેજના લેવલે થયેલ છે.  આથી ભારે વરસાદના કારણે ડેમના સપાટી ગમે તે સમયે પૂર્ણ સપાટીએ પહોંચીને ઓવરફ્લૉ થવાની શક્યતા છે. જેને લઇ ડેમના હઠવાસના તાલુકાના ગામોમાં સાવચેતીના પગલાં લેવા સુચના આપી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application