તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા શ્રી રામ જન નિધિમાં 11,000 ની પત્રકાર નિધિ આજરોજ વ્યારા સ્થિત સર્કિટ હાઉસ ખાતે જમા કરાવી હતી,
અયોધ્યામાં નિર્માણાધિન થનાર દુનિયાના ભવ્ય શ્રીરામ મંદિર માટે તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘના પત્રકારોના આંશિક સહકારના ઉદ્દેશ્યથી આજે 11,000 રૂપિયાની નિધીનો ચેક આપવામાં આવ્યો હતો,
આ વેળાએ શ્રી રામ મંદિર કલ્યાણ નિધિના તાપી જિલ્લાના કાર્યવાહકો રવિભાઈ સીંદે, જીગ્નેશ પાટીલ, મહાવીરભાઈ જૈન, ઘનશ્યામભાઈ સોની સહિત ના આગેવાનોને સંઘના પ્રમુખ નિરવ કંસારા, ઉપપ્રમુખ સંદીપ ગડોદરિયા, સ્થાપક પ્રમુખ હરીશ શાહ, સહ મંત્રી ધવલ પરમાર, વરિષ્ઠ પત્રકાર અલ્પેશભાઈ દવે, નરેન્દ્ર ભુવેચીત્રા, દિપક ગામીત, હેમંત ગામીત, જયેશભાઇ શાહ, કિરણ માહ્યવંશી સહિતના સંઘના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહીને કલ્યાણ નિધિમાં સહકાર અર્પણ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500