નિઝરના બોરઠા ગામે સામાન્ય બાબતને લઇને મારામારી થતા બનવા અંગે ઈજાગ્રસ્ત ઇસમે નિઝર પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
મળતી માહિતી મુજબ નિઝરતાલુકાના બોરઠા ગામે રહેતો આરોપી રવિદાસભાઇ બુટાભાઇ વસાવા નાઓએ તા. ૨૯/૧૦/૨૦૨૨ નારોજ વસંતભાઇ ગેનુભાઇ વસાવે નાઓના ઘરના પાછળના ભાગે જઈને જણાવેલ કે ‘તમારા બાથરૂમનું ગંદુ પાણી અમારા ઘરનાં આંગણામાં આવવા દેતાં નહીં અને જો આવશે તો હું તને છોડીશ નહી’ એમ કહી નાલાયક ગંદી ગાળો આપી માર મારવાની ધમકી આપતો હોય જેથી આરોપીને ગાળો નહીં આપવાનું જણાવતા આરોપી રવિદાસભાઇ એકદમ ઉશ્કેરાઇ જઈ તેના ઘરમાંથી લાકડી લઈ આવી ઝપાઝપી કરી જમીન ઉપર પાડી દઈ અને તેના હાથમાં રહેલ લાકડી વડે ઇજા પામનાર સાહેદને માથામાં લાકડીનાં ઉપરા છાપરી ફટકા મારી તથા જમણા ગાલ ઉપર મુઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, બનાવ અંગે યોગેશભાઇ ગેનુભાઇ વસાવેએ નિઝર પોલીસ મથકે ફરિયાદઆપતા પોલીસે રવિદાસભાઇ બુટાભાઇ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application