ડોલવણના પીપલવાડા ખાતે સ્થિત જીઓ મોબઈલ ટાવરનું ઇન્સ્ટોલેશન બાકી હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી નેટવર્ક સુવિધા બંધ હોવાની રજૂઆત મંત્રી ગણપતસિંહ વસાવાને તાલુકાના પંચાયતના પ્રમુખ સહિત ગ્રામજનોએ કરી હતી.
વિધાર્થી ઓએ ડુંગર પર જઈને પણ ઓનલાઈન ક્લાસ ભરવાની ફરજ પડી..
ડોલવણ તાલુકાના પંચાયતના પ્રમુખ સહિત ગ્રામજનોએ મંત્રી ગણપતસિંહ વસાવાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ડોલવણ તાલુકાનું અંતરીયાળ ગામ પીપલવાડા સ્થિત જીઓ મોબઈલ ટાવર (ID9056) વર્ષ 2017 માં પૂર્ણ થયેલ છે પરંતુ ઇન્સ્ટોલેશન બાકી છે જે છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે હાલ ચાલી રહેલ કોરોના વેશ્વિક મહામારી અંતર્ગત શાળા અને કોલેજો ઓનલાઈન શિક્ષણ ચલાવી રહી છે પરંતુ મોબાઈલ ટાવરનું ઈન્ટોલેશન બાકી હોવાથી ચાલુ કરેલ નથી જેના કારણે ઓનલાઈન ક્લાસ ભરવા માટે નેટવર્કની શોધમાં દુર સુધી જવું પડે છે ઘણા વિધાર્થી ઓએ ડુંગર પર જઈને પણ ઓનલાઈન ક્લાસ ભરવાની ફરજ પડે છે જે જોખમી છે આપ સાહેબ વિનંતી છે કે, ઉપરોક્ત વિષયના અનુસંધાન વિચારણા કરી ટાવરનું બાકી રહેલ કામ પૂર્ણ કરાવી ટાવર ચાલુ કરાવી આપવામાં આવે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500