ડોલવણમાં કોઈ અજણ્યા બાઈક ચાલકે એક આધેડને અડફેટમાં લેતા મોત નિપજ્યું હોવાનો બનાવ ડોલવણ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ મહુવરીયા ગામથી ડોલવણ ગામની સીમમાં આવેલ દિનેશભાઈ દાનસીંગભાઈ ચૌધરીના ઘરની સામે ગત તા. ૧૧/૦૮/૨૦૨૨ નારોજ ફરીયાદી કલ્પેશભાઈ પ્રતાપભાઈ ચૌધરી રહે.મહુવરીયા ગામ સીમાડી ફળીયું તા-મહુવા જી.સુરત, ના પિતાજી તેમની મોટર સાયકલ લઈ ચલાવી પોતાના ઘરેથી ફળીયામાં આવેલ દુકાન પર કઈક લેવા જતી વખતે ગામના ફળીયાથી ડોલવણ જતા રોડ પર આવતા કોઈ અજાણ્યા મોટર સાયકલ ચાલકે પોતાની મોટર સાયકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પ્રતાપભાઈ ચૌધરીને અડેફેટમાં લેતા પ્રતાપભાઈ બિલામભાઈ ચૌધરી (ઉ.વ.૫૫) નાઓએ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું બનાવ અંગે કલ્પેશભાઈ પ્રતાપભાઈ ચૌધરીની ફરિયાદના આધારે તા.૧૨/૦૮/૨૦૨૨ ના નારોજ સુરત ખટોદરા પોલીસ મથકે ૦ નંબરથી ફરિયાદ નોંધવામાં આવી હતી, જેની જાણ તા-૦૧/૦૯/૨૦૨૨નારોજ ડોલવણ પોલીસને કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application