રાષ્ટ્રીય નિર્માણ અને નીતિ નિર્ધારણમાં યુવાનોની ભૂમિકાને સુનિશ્રિત કરવા માટે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયે મંગળવારે નહેરુ યુવા કેન્દ્રના નેજા હેઠળ જિલ્લા કક્ષાના જિલ્લા યુવા સંસદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સુરત, નવસારી, ભરૂચ, નર્મદા જિલ્લાના ૫૦ થી વધુ યુવાનોઍ ભાગ લીધો હતો. આ યુવા સંસદનો કાર્યક્રમ વર્ચુઅલ રીતે આયોજિત કરવામાં આવ્યું હતું. પૂર્વ નિર્ધારિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ભારતના શિક્ષણમાં પરિવર્તન લાવશે. ઉન્નત ભારત અભિયાન સમુદાયોની શક્તિના પ્રસાર અને ઉત્થાન માટેની તકનીકોનો ઉપયોગ, સામાન્ય લોકો માટે ગ્રામીણ અર્થતંત્રને મુક્ત કરવું, શૂન્ય બજેટ પ્રાકૃતિક ખેતી ખેડુતો માટે વરદાન વિષય પર, સહભાગીઓઍ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાતના રાજ્ય નિયામક શ્રીમતી મનીષા શાહ અને નાયબ નિયામક શ્રી. પવન અમરાવત જી ઉપસ્થિત રહયાં હતા. કાર્યક્રમનું સંચાલન સચિન શર્મા, જિલ્લા યુવા અધિકારી, નહેરુ યુવા કેન્દ્ર, સુરત અને નહેરુ યુવા કેન્દ્ર નવસારીના જિલ્લા યુવા અધિકારી વર્ષા રોઘા ધ્વારા કરવામાં આવ્યું હતું. જ્યુરી સભ્યો તરીકે સુરતથી ડો. ભાવિક શાહ, ભરૂચથી ડો.નીતા પટેલ, ડો.નરેન્દ્ર કાપડિયા અને નવસારીથી લેખક શ્રેયા કટારિયા, ઉપસ્થિત રહયાં હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે, રાષ્ટ્રીય સ્વયંસેવક દીપક ભીલ, ચેતન કળસરિયા, જીવન રાજપૂત દ્વારા નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનાર દરેક જિલ્લાના સ્પર્ધકો વધુ રાજ્ય કક્ષાઍ તેમના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500