Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી ખાતે ૭૪ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન

  • August 16, 2020 

ભારત વર્ષના ૭૪ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે નવસારી ખાતે આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ રાજય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર)ઍ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર)ઍ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યની સંવેદનશીલ અને નિર્ણાયક સરકારે છેલ્લા ૧૪૬૦ દિવસમાં ૧૫૦૦ જેટલા જનહિતલક્ષી નિર્ણયો લઈને ગુજરાતના વિકાસની ગતિને તેજ બનાવી છે. તાજેતરમાં કોરોના મહામારીના વિકરાળ પંજામાં સમસ્ત વિશ્વ આવી ગયું છે. ગુજરાત સરકારે પણ કોરોના સામે બાથ ભીડીને રાજ્યના લોકોની પડખે અડીખમ ઉભા રહીને રાજ્યના વિકાસની ગતિને બરકરાર રાખી છે.મંત્રીશ્રીઍ વધુમાં કહયું હતું કે, સરદાર વલ્લભભાઈ અને પૂ. બાપુના અખંડ ભારતના સ્વપ્નને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ કલમ દૂર કરી પૂર્ણ કરેલ છે. હવે આપણે દેશના વિકાસમાં સહભાગી બની શ્રેષ્ઠમ ભારત બનાવવામાં સહયોગ આપવો ઍ આપણી ફરજ છે. યુવાનોને ભવિષ્યમ માટે કામે લાગી જઇ સૌના સાથ સૌના વિકાસનું સ્વાપ્ન સાકાર કરી આત્મનિર્ભર ભારત કરવા આહવાન કર્યું હતું.  

ગુજરાતના સર્વાંગી વિકાસની રાજ્ય સરકારની પહેલને બિરદાવતા શ્રી કાનાણીઍ  જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્યનો તમામ સ્તરે વિકાસ થયો છે. આરોગ્ય ક્ષેત્રે માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય અને આયુષ્માન ભારત હેઠળ અનેક ગરીબ પરિવારોને લાભ અપાવ્યો છે.મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કોરોના મહામારી વચ્ચે પોતાનની ફરજ નિભાવનાર કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રશસ્તિપત્ર ઍનાયત કરાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇ, ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, પૂર્વમંત્રીશ્રી મંગુભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ પ્રશસ્તિ પારીક, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઙ્ગષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટરશ્રી કે.જે.રાઠોડ સહિતના અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, નગરશ્રેષ્ઠીઓ તથા નગરજનો ઉપસ્થિત રહયાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application