Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં સાંસદનાં અધ્યક્ષપદે જી.એન.એફ.સી ટાઉનશિપ ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ-૨૦૨૩ યોજાયો

  • June 21, 2023 

ટેમ્પલ ગ્રાઉન્ડ, જી.એન.એફ.સી ટાઉનશિપ ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ-૨૦૨૩નું આયોજન સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષપદેથી સાંસદએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિ તથા ઋષિમુનિઓએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ છે. યોગ બાબતે લોકજાગૃતિ તથા તેમાં પણ યોગને વિશ્વફલક પર પ્રસ્થાપિત કરવાનો સાચો યશ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. શ્રી મોદીએ યુએનની મહાસભામાં વર્ષ ૨૦૧૪માં ૨૧જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષિત કરવા પ્રસ્તાવ રાખ્યો હતો.


જે પ્રસ્તાવને વિશ્વના મોટાભાગના દેશોએ સ્વીકારીને વિશ્વ યોગ દિવસ વર્ષ ૨૦૧૫થી સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે. તેમ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, તંદુરસ્ત સમાજના નિર્માણ થકી જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિમાર્ણ શક્ય બનશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.તંદુરસ્ત રાષ્ટ્ર થકી જ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરી શકાશે. તેમ સાંસદએ ઉમેરતા જણાવ્યું હતું. આ ઉપરાંત સાંસદશ્રીએ નાગરિકોએ રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપીને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવાની હાંકલ કરી હતી.



આથી તેમણે યોગમય જીવનનું નિર્માણ કરવા પણ જણાવ્યું હતું.વધુમાં તેમણે યોગથી શારીરિક તથા માનસિક વિકાસ થાય છે. આથી રોજિદા જીવનમાં યોગને પોતાની દિનચર્યામાં સામેલ કરવા પણ સાંસદએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સુરતથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના તથા અમેરિકાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના યોગની મહત્તા સમજાવવતા પ્રવચનને ઉપસ્થિત લોકોએ જીવંત પ્રસારણ નિહાળ્યો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશની જબલપુરથી રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમને જીવંત પ્રસારણને નિહાળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત નગરજનોએ તથા શાળાના વિદ્યાર્થીઓ એ સૂક્ષ્મ વ્યાયામ, વિવિધ યોગાસન તથા પ્રાણાયામ પણ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application