આગામી 21મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર રાજ્યની સાથે સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. વર્ષ 2024નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમ પણ ઉજવણી કરવામાં આવશે. સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બારડોલી તાલુકા મથકે સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જ્યારે મહાનગરપાલિકા કક્ષાએ સુરત શહેરના ચોક બજાર કિલ્લા ખાતે યોજાશે. 21 મી જુને સવારે 7.00થી 7.45 સુધી એટલે કે 45 મિનિટ સુધી લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લઈ શકશે.
સુરત જિલ્લામાં તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મહાનગરપાલિકા 60 સ્થળોએ, કોલેજો, આઈ.ટી.આઈ, લાજપોર સબ જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 6.30 વાગે બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટ ખાતેથી રાજ્ય કક્ષાએ પ્રેરક સંબોધન કરશે.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે 6.40 કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ પ્રેરિત કરવા માટે કાઉન્ટ ડાઉન કાર્યક્રમો અન્વયે યોગોત્સવ-2024 થીમ સાથે જિલ્લા ભરમાં કોમન યોગ પ્રોટોકોલ શિબિરો યોજાઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500