Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડનાં વાડિયા હોલમાં જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઇ

  • August 01, 2023 

વલસાડના વાડિયા હોલમાં જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા ૨૦૨૩ યોજાઇ ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના નેજા હેઠળ વલસાડ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા વલસાડની આવાબાઈ સ્કૂલના વાડિયા હોલમાં યોજવામાં આવી હતી. ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના સેક્રેટરી ઉમંગભાઈ ડોનના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સ્પર્ધામાં ૯ વર્ષથી વધુ ઉંમરના ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.


વિવિધ વય જૂથમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ખેલાડીને સુવર્ણ, રજત અને કાસ્ય પદક તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા સંગઠનના યુવા મોરચાના પ્રમુખ સ્નેહિલ દેસાઈ તેમજ વલસાડના યુવક મંડળના પ્રમુખ અને સેનેટ સભ્ય કિરણ ભોયા દ્વારા વલસાડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામો વિતરણ કરાયા હતા. રાજ્ય કક્ષાની હરિફાઈ રમવાની તક મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application