Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના કપડબંધ ગામમાં જુગારના અડ્ડા પર તાપી એલસીબી પોલીસના દરોડા

  • October 02, 2020 

તાપી એલસીબી પોલીસ ને મળેલ બાતમી આધારે આજરોજ સોનગઢ તાલુકાના કપડબંધ ગામમાં આવેલ જંગલખાતાની ઓફીસ પાછળ આવેલ ટેકરી ઉપર વરલી મટકા જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા.

 

જેમાં મુંબઈ થી નીકળતા વરલી મટકાના આંકો ઉપર પૈસા વતી હાર જીતનો જુગાર રમી રમાડતા જુગારના સાધનો અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1580/- ના મુદ્દામાલ સાથે ધર્મેન્દ્રભાઈ રામજભાઈ ગાવિત રહે, કાલિબેલ તા.વઘઈ જી.ડાંગ નાઓને ઝડપી પાડવામાં આવ્યો હતો જયારે કાંતિલાલ ગામીત રહે, કપડબંધ તા.સોનગઢ નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સંજયભાઈ ચીમનભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application