નિઝરના સરવાળા ગામની માધ્યમિક શાળાના ધોરણ દસના વર્ગખંડનું તાળું તોડી કોમ્પ્યુટર સાધનોની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધાઈ હતી,જોકે જિલ્લા એલસીબીએ ચોરટાને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના સરવાળા ગામે તા-૨૪/૦૨/૨૦૨૩થી તા-૨૫/૦૨/૨૦૨૩ દરમ્યાન હરકોઇ વખતે માધ્યમિક શાળાના ધોરણ દસના વર્ગખંડમાં મુકેલ સરકારી જુના (૧) ACER કંપનીના CPU નંગ-૦૨ જેની કિંમત રૂપિયા ૮,૦૦૦/- તથા (૨) ACER કંપનીના LED મોનીટર નંગ-૦૩ જેની કિંમત રૂપિયા ૯,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા ૧૭,૦૦૦/- ની કોઇક અજાણ્યો ચોર ઇસમ ધોરણ દસના વર્ગખંડના દરવાજાનો લોક(તાળુ) તોડી વર્ગખંડમાં પ્રવેશ કરી ચોરી કરી લઈ ગયો હતો.
જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા એએસઆઈ ગણપતસિંહ રૂપસિંહ તથા હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામને મળેલ સંયુક્ત બાતમીના આધારે તા.૦૧/૦૩/૨૦૨૩ નારોજ સરવાળા ગામે આવેલ સરકારી માધ્યમિક પ્રાથમિક શાળા સામે આવેલ એક જુના ખુલ્લા મકાનમાં તપાસ કરતા કલ્પેશ ઉર્ફે હર્ષું કિશોરભાઈ પટેલ (ઉ.વ.૨૦) રહે,સરવાળા ગામ જુના પ્લોટ ફળિયું-નિઝર નાનો હાજર મળી આવ્યો હતો. એલસીબીની પુછપરછ અને વધુ તપાસમાં પકડાયેલો આરોપી વેચાણ કરવા માટે કોમ્પ્યુટરના સાધનો લેવા માટે આવ્યો હોવાની કબુલાત કરી હતી. હાલ એલસીબીએ આરોપીના કબજામાંથી એક મોબાઈલ ફોન સહિત કોમ્પ્યુટર સાધનોનો મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500