Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા ચુંટણી અધિકારીશ્રી મહેશ પટેલ

  • April 02, 2024 

૨૬-વલસાડ (અ.જ.જા.) સંસદીય મતવિસ્તાર હેઠળના, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરની આકસ્મિક મુલાકાત લઇ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મહેશ પટેલે, ફરજ નિયુક્ત કર્મચારી/અધિકારીઓને પ્રોત્સાહિત કરી સમયબદ્ધ કામગીરી કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતુ. ડાંગ જિલ્લા માહિતી કચેરી આહવા ખાતે કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરના માધ્યમથી જિલ્લાની ચૂંટણીલક્ષી વિગતો ડિસ્પ્લે કરી, લોકશાહીના અવસરમા પ્રજાજનોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.


તેમ જણાવતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ, ચૂંટણી પ્રક્રિયા સંલગ્ન સૂક્ષ્મ માહિતી મેળવવા વધુમા વધુ લોકોને મીડિયા સેન્ટરની મુલાકાત લેવાની અપીલ કરી હતી. આ સાથે જિલ્લા સેવા સદન ખાતે શરૂ કરાયેલા MCMC સેન્ટરના માધ્યમથી મીડિયા સર્ટીફિકેશન અને મોનિટરિંગની ચાલી રહેલી કામગીરી અંગે પણ તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરશ્રીની આ મુલાકાત વેળા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. MCMC અને મીડિયા કમિટિના નોડલ ઓફિસર-વ-ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક ઉચ્ચાધિકારીઓને તેમની કામગીરીથી અવગત કરાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application