Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકસભા ચૂંટણીની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ : તાપી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

  • June 03, 2024 

લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ માં  ૨૩-બારડોલી (અ.જ.જા) બેઠકની  મતગણતરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-સોનગઢ ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ વાગ્‍યાથી શરૂ થશે. ૨૩-બારડોલી (અ.જ.જા) લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ અલગ-અલગ ટેબલ/હોલમાં કુલ ૧૬૦ રાઉન્‍ડમાં મતગણતરી યોજાશે.જેમાં કુલ કુલ ૧૩૨૭૬૨૮  ઇ.વી.એમના મતો અને ૧૫૭૦૦ પોસ્ટલ બેલેટની મતગણતરી થનાર છે.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા 7820092500 પર hi લખી મોકલો 

ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી શ્રી ડૉ. વિપિન ગર્ગ સહીત ઉચ્ચ અધિકારીઓએ મતગણતરી મથકનું જાત નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષા વ્યવસ્થા,મીડિયા સેન્ટર સહીતની વિવિધ સ્થળોએ ઉભી કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News