ડાંગ જિલ્લામા ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ, લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પરસ્પર સંકલન, અને સહયોગ સાથે હેડ ક્વાર્ટર પર સતત હાજર રહેવાની અપીલ કરતા, ડાંગના નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગામીતે, સંકલન અધિકારીઓને એલર્ટ રહેવાની સૂચના આપી હતી.જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકને સંબોધતા શ્રી ગામીતે, જિલ્લામા ભારે વરસાદને કારણે ઉદભવતી માર્ગો અવરોધાવાની ઘટનામા ત્વરિત કાર્યવાહી હાથ ધરવાની પણ અપીલ કરી હતી. સ્વચ્છતા અને પાણીની બાબતે પણ તેમણે ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
દરમિયાન ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટેની બસ સેવા, માર્ગ સુધારણા, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો સુધીના ગ્રામ્ય માર્ગો, એસ.ટી.રૂટ, શિક્ષકોની ચૂંટણીલક્ષી સેવાઓ, આરોગ્ય સેવાઓ, આદિજાતિના વિદ્યાર્થીઓની બાકી સ્કોલરશીપ, વરસાદને કારણે થયેલા પશુ મૃત્યુ જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામા આવી હતી.ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા, સમિતિના નિયમિત મુદ્દાઓ એવા સરકારી લેણાની બાકી વસુલાત, પડતર તુમાર, પેંશન કેસ, માહિતી અધિકાર અધિનિયમ, નાગરિક અધિકાર પત્ર, સ્વચ્છતા મિશન અંતર્ગત કંડમ વાહનો અને રદ્દી પસ્તી નિકાલ, જિલ્લાના જુદા જુદા વિભાગો વચ્ચેના પ્રશ્નો વિગેરેની સૂક્ષ્મ સમીક્ષા હાથ ધરી, જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500