Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા માં જીલ્લા કોંગ્રેસ દ્વારા કૃષિબીલ ના કાયદાના વિરોધમાં કૃષિબીલ ની હોળી કરાઈ

  • December 24, 2020 

કેન્દ્રની મોદી સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલા કૃષિબીલના વિરોધમાં તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં માજી કેન્દ્રીય મંત્રી ડો.તુષારભાઈ ચૌધરીની આગેવાનીમાં કૃષિબીલ ના કાયદાના વિરોધમાં સુત્રોચાર કરી કૃષિબીલ ની હોળી કરવામાં આવી હતી.

 

 

 

છેલ્લા 25 થી વધુ દિવસોથી દિલ્હી ખાતે ખેડૂત સંગઠન દ્વારા કેન્દ્રની મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કૃષિબીલ નો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બીલના વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચેની મંત્રણા પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને ખેડૂતો પણ સરકાર આ બીલના મુખ્ય ત્રણ કાયદોઓ રદ કરે તે માટે મક્કમતાથી આંદોલન ચલાવી રહ્યાં છે ત્યારે વિપક્ષ પાર્ટીઓ પણ હવે ખેડૂતોના સમર્થમાં ઉતરી આવી છે અને કાયદો રદ કરવા માટે કેન્દ્રની સરકાર પર દબાણ કરી રહી છે ત્યારે આજરોજ તાપી કોંગ્રેસ દ્વારા  જિલ્લા મથક વ્યારા ખાતે માજી કેન્દ્રીય મંત્રી અને વ્યારાના ધારાસભ્ય ની આગેવાનીમાં કેન્દ્ર સરકાર ના કૃષિબીલના વિરોધમાં સુત્રોચાર કરી કૃષિબીલની હોળી કરવામાં આવી હતી.જોકે કાયદો વ્યવસ્થા ન બગડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application