Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોરોનાની વેકિસન લેવા જિલ્લા કલેકટરનો અનુરોધ

  • April 03, 2021 

ભરૂચ કલેકટર કચેરી ખાતે કોરોના વેકિસનેશન સંદર્ભે તાકિદની મળેલી બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તબકકાવાર રસીકરણના કાર્યક્રમ ચાલી રહયો છે.

 

 

 

 

રાજય સરકારએ કોવિડ-૧૯ વિરુધ્ધ જંગમાં તા.૧લી ઍપ્રિલથી દેશમાં ૪૫થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી આપવાનું નકકી કર્યુ છે. તેનો અમલ ભરૂચ જિલ્લામાં પણ ૧લી ઍપ્રિલથી ૪૫ થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવનાર છે ત્યારે જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાએ ભરૂચ જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોરોનાની વેકિસન લેવા અનુરોધ કર્યો હતો.

 

 

 

 

કલેકટરએ જણાવ્યું કે, કોરોનાની મહામારીને ધ્યાને લેતા જિલ્લામાં કોરોના વેકિસનેશન માટે કુલ ૨૬૫ વેકિસનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેમાં જિલ્લામાં કાર્યરત તમામ પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, તથા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે વિનામૂલ્યે આપવામાં આવે છે.

 

 

 

 

કલેટરએ ભરૂચ જિલ્લામાં થઈ રહેલી ત્રીજા તબક્કાની રસીકરણ પ્રક્રિયા અંગે વિગતવાર જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન-સુચનાઓ આપતાં જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં સરકારની સૂચના મુજબ રસીકરણની કામગીરી ચાલી રહી છે.

 

 

 

 

પહેલાના તબકકામાં જે કામ કરતાં હતા તેના કરતાં વધુ કામગીરી કરવી પડશે. આરોગ્ય સંજીવની રથ-ધન્વંતરિ રથ દ્વારા આપવામાં આવી રહેલી આરોગ્ય સેવાઓ અને ઘર સર્વેક્ષણનું નિરીક્ષણ વધુને વધુ ગામોમાં કરવા પર ખાસ ભાર મૂકયો હતો.

 

 

 

 

કલેકટરએ નાગરિકોનું સ્કેનીંગ કરી, કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું રીપોર્ટીંગ કરી, વધુમાં વધુમાં ટેસ્ટીંગ કરવા પર પણ જરૂરી માર્ગદર્શન આપી તાકિદે અમલીકરણ કરવા જણાવ્યું હતું.

 

 

 

 

કલેકટરએ લોકોને રસી લેવા માટે અપીલ કરતા જણાવ્યું કે, જિલ્લાના ગામડાઓમાં લોકો ઉત્સાહભેર રસીકરણમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે કલેકટરએ રસીકરણ બાદ પણ કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનો, માસ્ક પહેરવાનો, સોશીયલ ડિસ્ટન્સ પાળવાનો ખાસ અનુરોધ કર્યો છે. તેમણે ઉમેર્યું કે આખા જિલ્લામાં ૨૬૫  કેન્દ્રો ખાતે રસી મુકવામાં આવી રહી છે જેમાં સમગ્ર જિલ્લામાં ત્રીજા તબક્કામાં એટલે કે સીનીયર સીટીઝનને રસી મેળવવાપાત્ર અંદાજે ૪૦૯૬૫૭નો  લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે જેની સામે ૯૦,૦૩૨ને રસી આપવામાં આવી છે. ૨૧.૯૮ ટકા કામગીરી થયેલ છે.  જિલ્લામાં પ્રથમ ડોઝમાં હેલ્થ કેર વર્કસ-૯૮ ટકા, ફન્ટ્ર લાઇન વર્કસ-૯૩ ટકા જયારે બીજો ડોઝમાં હેલ્થ કેર વર્કસ-૬૮ ટકા, ફન્ટ્ર લાઇન વર્કસ-૭૦ ટકા લોકોએ રસી લીધેલ છે.

 

 

 

 

કલેકટરએ જણાવ્યું કે, જિલ્લામાં કુલ ૮૦૦થી વધુ બેડ ઉપલબ્ધ છે જેમાં સીવીલ હોસ્પીટલ-ભરૂચ, સેવાશ્રમ-ભરૂચ, વેલ્ફેર હોસ્પિટલ-ભરૂચ તથા ઇએસઆઇસી હોસ્પિટલ-અંકલેશ્વર ખાતે વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે.

 

 

 

 

કલેકટરએ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઇ વેક્સિનેશનની પ્રક્રિયા વેગવાન બને તથા મહામુલી વેક્સિનનો દરેક વ્યક્તિ લાભ લે તેવા હેતુથી જિલ્લાના દરેક તાલુકાઓમાં કોર કમિટિની દર બે દિવસે મીટીંગ થાય અને થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવે. જિલ્લામાં આવેલી કંપનીઓમાં જઇને વેકિસનેશનની કામગીરી થાય તે મુજબની કામગીરી હાથ ધરવા પણ સુચના આપવામાં આવી.

 

 

 

 

ભરૂચ જિલ્લામાં રસીકરણ કેન્દ્ર ખાતે જઇ કોઇ પણ જાતનો ડર સંકોચ રાખ્યા વિના રસીકરણ કરાવવા જિલ્લાના પ્રજાજનોને જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા દ્વારા અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application