આજરોજ તાપી જિલ્લા કક્ષાનાં DLRC/DLCC કમિટીની રિવ્યૂ મીટીંગ અંતર્ગત વર્ષ 2023-24નો રૂપિયા 2423 કરોડ ક્રેડિટ પ્લાન જિલ્લા કલેકટર ભાર્ગવી દવે થતા જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે લોંચ કરાયો હતો. આજરોજ જિલ્લા કલેકટર ભાર્ગવી દવેના અધ્યક્ષ પદે જિલ્લાના બેંક અધિકારીઓની DLRC/DLCCની રિવ્યૂ મીટીંગ દરમ્યાન વર્ષ 2023-24નો ક્રેડિટ પ્લાન રૂ.2423 કરોડનો લીડ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલ હતો. જે અંતર્ગત તાપી જિલ્લામાં આવેલ કુલ 26 બેન્કોની 81 શાખાઓ દ્વારા વર્ષ 2023-24 દરમ્યાન રૂ. 2423 કરોડનું વિવિધ ક્ષેત્રમાં ધિરાણ કરવાંનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ખેતી અને ડેરી સેક્ટર અંતર્ગત રૂ.730 કરોડ, કિસાન ક્રેડિટ કાર્ડ-રૂ.1181 કરોડ, MSME સેક્ટર રૂ.380 કરોડ, શિક્ષણ રૂ.20 કરોડ, હાઉસિંગ સેક્ટર રૂ.41 કરોડના ધિરાણ આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર ભાર્ગવી દવે એ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જી-20નું અધ્યક્ષતા ભારત દેશે સ્વીકારેલ છે અને 2023નું વર્ષ મીલેટ વર્ષ જાહેર કરવામાં આવેલ છે ત્યારે તાપી જિલ્લાના દરેક લોનવાંછુઓને સસ્તા દરે જિલ્લાની વિવિધ બેન્કો દ્વારા લોન પ્રાપ્ત થઈ રહે અને તેમણે વ્યાજખોરોની ચુંગલમાંથી બચાવી શકાય તેવો બેન્કોને ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર.જે.વલવીએ પણ નવા વર્ષમાં સેલ્ફ હેલ્પ ગ્રુપને વધુને વધુ બેન્કો દ્વારા લોન ધિરાણ પ્રાપ્ત થાય અને મિશન મંગલમ દ્વારા લક્ષ્યાંક હાંસલ થઈ શકે તેમજ ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે 4 પશુના યુનિટને DIC દ્વારા લોન અને સબસિડી મળી રહે તો પશુપાલન વ્યવસાયને વધુ વેગ મળે તેવો અનુરોધ કર્યો હતો. DRM BOB નરેન્દ્ર પાંડેએ બેઠકમાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં કુલ 26 બેન્કોની 81 શાખાઓ કાર્ય કરી રહેલ છે દરેક શાખાઓ દ્વારા વધુને વધુ લોકોના PMJDY AC ખૂલે તેમજ સરકારશ્રીની માઇક્રો ઇનસ્યોરંસ જેવી કે PMJJBY અને PMJSBYનું વધુમાં વધુ નોંધણી થાય અને ખાતાં ધારકોને વીમા સુરક્ષા પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500