Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના અનસંગ હીરોઝ અને સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કરતાં જિલ્લા કલેક્ટર

  • July 04, 2023 

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તાપી જિલ્લા ખાતે અનસંગ હીરોઝ અને સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોનો સન્માન સમારોહ યોજાયો- રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, તાપીના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે તાપી જિલ્લાના અનસંગ હીરોઝ અને સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોનો જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતીમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.


આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટરએ સૌને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં યોગદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓના બલીદાન અને દેશ પ્રેમની વાત તેઓના પરિવારજનોના મુખે સાંભળતા આપણા હદયમાં જુસ્સો અને જોમ વધે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણને મળેલ આઝાદીનું મહત્વ સમજવું જોઇએ અને આપણે પોતાના નાના મોટા કાર્યોથી દેશના વિકાસ માટે સહભાગી થવું જોઇએ એમ ખાસ ભાર મુક્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ  પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, આઝાદી બહુમુલી છે. દેશની આઝાદીમા આપેલ યોગદાનને ઉજાગર કરવાના ભાગરૂપે આ સન્માન સમારોહ યોજાઇ રહ્યા છે જે ખુબ જ સારી બાબત છે.


જેના થકી તમામ સ્વતંત્રતા સેનાનીઓ માટે માન અને અહોભાવની લાગણીમાં વધારો થઇ રહ્યો છે. આ પ્રસંગે મુળ તાપી જિલ્લાના સ્વતંત્રતા સેનાનીઓ સ્વ.શ્રી સન્મુખલાલ ગોરધનદાસ શાહ વતી તેઓના પુત્રો જયેશભાઈ અને શૈલેષભાઈ સન્મુખલાલ શાહ, સ્વ. સવિતાબેન અને સ્વ.શ્રી સુરેશ કલ્યાણભાઇ ગામીત વતી તેઓની પુત્રી શીલાબેન સુરેશભાઈ ગામીત, અને સ્વ.શ્રીમતી સરસ્વતીબેન અને વનમાળીભાઇ ડી.ચૌધરી વતી તેઓના પુત્ર–શાંતિલાલભાઈ વનમાળી ચૌધરીને મોમેંટો અને અને શાલ ઓઢાડી સન્માનિત કર્યાં હતા. આ અવસરે પરિવારજનોએ આનંદ અને ગર્વની લાગણી અનુભવતા સ્વતંત્રતા સેનાની તરીકેના જીવન પ્રસંગોને અભિવ્યક્ત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application