નવસારી જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં લુન્સીકુઇ મેદાન, નવસારી ખાતે નાગરિકોની સિમિત હાજરી અને કોવિડ પ્રોટોકોલ સાથે કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યની વિકાસયાત્રાને આગળ ધપાવવા સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી પ્રતિબધ્ધ બની રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પબધ્ધ બનીએ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ, સશક્ત અને દિર્ઘદષ્ટીપુર્ણ નેતૃત્વને પગલે દેશે અનેક કીર્તિમાનો સ્થાપીત કર્યા છે. રાજ્યની વિકાસયાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના ઉર્જાવાન નેતૃત્વમાં મકકમતાથી આગળ વધી રહી છે.મંત્રી ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે અને સ્વસ્થ, સલામત અને સુરક્ષીત ગુજરાત માટે સરકાર કટિબધ્ધ બની છે. કોરોનાની મહામારીમાં દેશના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત થકી દેશ માનવબળ, ટેકનોલોજી અને લોકતાંત્રિક તથા સર્વગ્રાહી વિકાસની દ્રષ્ટિએ રાષ્ટ્ર વૈશ્વિક અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, ૭૫માં આઝાદીનો અમૃત મહોત્સવમાં દાંડીયાત્રાના પ્રારંભથી દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ થઇ રહી છે. સુશાસન થકી રાજ્યએ અગ્રેસરતાથી આર્થિક વિકાસ, માનવ સંસાધન, સાર્વજનિક ઉપયોગીતા,સમાજ કલ્યાણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષાના પાંચ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામ કર્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે જેમણે પોતાનું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું એવાં દેશભક્તોને આજ વંદન કરવાનો અવસર છે. આવાં દેશભક્તોના બલિદાન થકી જ આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહયાં છીએ.દેશની આઝાદીથી લઈ દેશમાં સુરાજ્ય સ્થપાય તે માટે કરેલાં તેમના કાર્યો ચિરકાળ સુધી સદાય જનમાનસમાં જીવંત રહેશે. મંત્રીએ ઉત્તરાયણના પર્વ દરમિયાન આરંભાયેલાં કરૂણા અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓ અને તેના કર્મીઓ અને કોરોના દરમિયાન વિશિષ્ટ કામગીરી કરનારનું ખાસ સન્માન કર્યું હતું. મંત્રીએ જિલ્લાના વિકાસ માટે રૂપિયા ૨૫ લાખનો ચેક પ્રાંત અધિકારીને અર્પણ કર્યો હતો. મંત્રીની ઉપસ્થિતિમાં સિનિયર સિટીઝન અને કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝથી સૂરક્ષિત કરવામાં આવ્યાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500