ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાછલા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતના લોકોની જીવાદોરી સમાન ઉકાઈડેમમાં વિપુલ પ્રમાણમાં નવા નીર આવ્યા હતા તેના કારણે સપાટીમાં સડસડાટ વધારો થઈ રૂલલેવલને વટાવી ગઈ છે.
જોકે ઉપરવાસમાં હવે વરસાદનું જોર નરમ પડ્યું છે. પરંતુ સપાટીનું રૂલલેવલ મેઈન્ટમેન્ટ કરવા માટે તંત્રવાહકો દ્વારા ડેમમાંથી છોડવામાં આવતા ૨૨ હજાર ક્યુસેક પાણીમાં તબક્કાવાર રીતે વધારો કરી ગઈકાલે રાત્રે ૫૪ હજાર કર્યા બાદ આજે સવારથી જ ડેમના દસ ગેટ ત્રણથી ચાર ફુટ સુધી ખોલી ૯૮,૬૭૦ ક્યુસેક પાણી છોડવાની શરુઆત કરી છે. નવા નીર આવતા તાપી નદી પણ બંને કાંઠે થઈ છે. ડેમમાંથી પાણી છોડવાની શરુઆત કરતા સપાટીમાં નજીવો ઘટાડો થઈ રૂલલેવલ નજીક પહોચી છે.
આજે રાત્રે નવ વાગ્યે ડેમની સપાટી ૩૪૦.૫૧ ફુટે પહોચી છે અને ડેમમાં ૪૬,૨૮૬ ક્યુસેક પાણીની આવક નોધાઈ છે.તાપી નદીના ઉકાઈડેમના ઉપરવસામાં મહારાષ્ટ્ અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં તાજેતરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારાણે આ બંને રાજયોમાં આવેલા હથનુર ડેમ અને પ્રકાશા ડેમમાંથી વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું .
આ પાણીનો જથ્થો સીધો ઉકાઈડેમમાં ઠલવાયો હોવાને કારણે ડેમની સપાટીમાં તબક્કાવાર રીતે વધી તેના ૩૪૦ ફુટના રૂલ લેવલને વટાવી ગઈ હતી. બીજી તરફ ડેમમાંથી ઓછા વત્તા પ્રમાણમાં પાણીની આવક સતત ચાલુ રહેવા પામી છે. જોકે હાલમાં ઉપરવાસમાં વરસાદનું જોર એકદમ નરમ પ઼ડ્યું છે. પરંતુ તંત્રવાહકો દ્વારા ઉકાઈડેમની સપાટીનુ મેઈન્ટેન કરવામાં ડેમમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થામાં તબક્કાવાર રીતે વધારો કર્યો હતો.
વધુમાં ઉકાઈડેમના સુત્રો પાસેથી મળતી વિગત મુજબ રાત્રે નવ વાગ્યે ઉકાઈડેમની સપાટી ૩૪૦. ૫૧ ફુટ નોધાઈ હતી અને ડેમમાં ૪૬,૨૮૬ ક્યુસેક પાણીની આવકની સામે ડેમના ૯ ગેટ ચાર ફુટ અને ૧ ગેટ ત્રણ ફુટ સુઘીના ખોલીને ડેમમાંથી ૯૮,૬૭૦ ક્યુસેક પાણી છોડવાની શરુઆત કરી છે.
જયારે હથનુર ડેમમાંથી આજે સાંજે ૬ વાગ્યે ચાર ગેટ દોઢ મિટર ઓપન કરાયા છે. ડેમની સપાટી ૨૧૨.૨૪૦ મિટર નોંધાઇ છે ડેમમાંથી ૧૫,૧૧૪ ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી આજે રાત્રે ૯ વાગ્યે ડેમની સપાટી ૧૦૭.૬૦૦ મિટર નોંધાઇ છે.જ્યારે ડેમના બે ગેટ ફૂલ ઓપન કરી ૨૩,૮૫૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈડેમમાંથી પાણી છોડવાની શરુઆત કરતા તાપી નદીમાં નવા નીર આવતા બંને કાંઠે જોવા મળી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500