રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ વચ્ચે ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને લેતા, નદી કિનારા વિસ્તારના ગ્રામજનોએ પુરની પરિસ્થિતિમા નદી કે કોઝ-વે ઓળંગવાનુ કે માછીમારી કરવાનુ સાહસ ન કરવા બાબતે વહિવટી તંત્રની કાયમી યોગ્ય સુચના હોઇ, અગમચેતીના જરૂરી પગલા લેવા ઘટીત કાર્યવાહી કરવા જણાવવામા આવ્યુ છે.
વધુમા ગણેશોત્સવ પર્વ નિમિત્તે ગણેશ વિસર્જન માટે જગ્યા નિશ્ચિત કરી, તે જગ્યા સિવાય અન્ય કોઇ જગ્યાએ વિસર્જન ન થાય, તેમજ ગણેશ વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે અંગે તકેદારીના પગલા લેવા, વિસર્જનના સ્થળોની પસંદગી કરવા બાબતે જરૂરી સાધન- સામગ્રી સાથે તરવૈયાઓની ટીમ સ્થળ પર હાજર રાખવા, આરોગ્ય વિભાગની ટીમ જરૂરી સાધન-સામગ્રી સાથે સ્થળ પર સજ્જ રહે તે રીતે કાર્યવાહી કરવા, જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલની સુચના અનુસાર ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના મામલતદારશ્રી ડો.ચિંતન વૈશ્નવ દ્વારા જણાવાયુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500