નવસારી જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ વરસી રહેલો મુશળાધાર વરસાદ પડવાથી લોકોનાં જીવન પર અસર જોવા મળી રહી છે. જોકે જિલ્લાનાં તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જયારે નવસારી શહેરમાં નીચાણવાળા વિસ્તારો સહિત શહેરનાં મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
જયારે શહેરનાં મંકોડીયા, ગોલવાડ, જુનાથાણા, શહીદ ચોક, ભારતી ટોકીઝ, ગ્રીડ નજીક દોઢ ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને વાહનો હંકારવામાં તકલીફ પડી હતી. ઘણી જગ્યાએ એક તરફનો રસ્તો બંધ થયો હતો, તો રીક્ષા કે બસ સમયે ન મળતા મહિલાઓએ વરસાદી માહોલમાં ભીંજાતા બસની રાહ જોવી પડી હતી. જયારે અવિરત વરસાદ રહે તો લોકોને મુશ્કેલી વેઠવી જ રહી. નવસારી-વિજલપોર નગરપાલિકાનાં પ્રમુખનાં જણાવ્યા મુજબ પાલિકાની ટીમ શહેરમાં કામે લાગી છે અને વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500