ધરમપુરનાં મોટી કાંગવી ખોરી ફળીયામાં રહેતા ધર્મેન્દ્રભાઈ દેવલુભાઈ પાડવી (ઉ.વ.40) જે મંગળવારે કરંજવેરી માન નદીના પુલ પર તેની બાઈક મૂકી નદીમાં કૂદી પાડ્યા હતા. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતા પાલિકા ફાયર વિભાગનો કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને નદીના ઊંડા-વહેતા પાણીમાં શોધખોળ હાથ ધરતા આશરે અડધા કલાકમાં બાદ ધર્મેન્દ્રભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે મૃતકનો ભાઈ ગુલાબભાઈ પાડવીએ તેમના ભાઈ ધર્મેન્દ્રભાઈ પાડવી કોઈ અગમ્ય કારણસર નદીના વહેતા પાણીમાં કૂદી પડતા નદીના ઊંડા વહેતા પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હોવાની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે આપી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application