Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ ખાતે કામકાજનાં સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ, ૨૦૧૩ અંગે જાગૃતતા કેળવવા સેમિનાર યોજાયો

  • December 30, 2022 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાજેતરમાં તાપી જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ-રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી-અધિનિયમ, ૨૦૧૩ અંગે કાયદાકીય માર્ગદર્શન સેમીનારનું આયોજન દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ ખાતે  કરવામાં આવ્યું હતું. આ સેમીનારમામાં દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલના વિદ્યાર્થીનીઓ અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેંદ્રના કર્મચારીઓને મહિલાઓને લક્ષિત જુથ તરીકે રાખવામા આવેલ હતા. કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ-રક્ષણ અધિકારી ડો.મનિષા મુલતાની દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનયમ ૨૦૧૩ હેઠળની જોગવાઈઓ ખુબ જ સરળ ભાષામાં રજુ કરી જાગૃત કરાયા હતા.




આ સાથે મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા મહિલાઓલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામા આવી હતી. સખી વન સ્ટોપ સેંન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનાં સ્ટાફ દ્વારા મહિલાલક્ષી કાયદામા તેઓની ભુમિકા અને મદદ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી. આ સાથે પ્રચાર-પ્રસાર માટે આપેલ પેમ્પલેટો વિતરણ કરી તેના વિશે સમજુતી આપવામા આવેલ હતી. આ પ્રસંગે ૧૮૧ તાપીનાં ઝોનલ ઓફિસર, સરકારી વિનયન કોલેજ ઉચ્છલના આચાર્ય, ઉચ્છલના સરપંચ, કાનુની સેવા સત્તા મંડળ, સહિત મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application