Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોકબજાર કિલ્લા ખાતે ‘વિકાસ સપ્તાહ’ ઉજવણી અંતર્ગત મેયરની ઉપસ્થિતિમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

  • October 18, 2024 

સુરત મહાનગરપાલિકા, જીલ્લા વહીવટી તંત્ર, સુરત અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના સંયુકત ઉપક્રમે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પધ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તા.૦૭થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સુરતના ચોક બજાર કિલ્લા ખાતે મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓની બહેનો દ્વારા ગણેશ વંદના, રઢીયાળી ગુજરાત, ઘુમ્મર, જયતુ જયતુ ભારતમ, મિશ્ર રાસ, જગન્નાથપુરી ડાન્સ, ટિપ્પણી, કચ્છી ગરબો, જય જય ગરવી ગુજરાત, આદિવાસી ડાન્સ સહિતની ઉત્સાહપૂર્વક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application