Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અસ્તાન ફાટક નજીકનાં ઓવર બ્રિજનાં નિર્માણમાં અડચણરૂપ મિલકતોનું પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલિશન હાથ ધરાયું

  • June 24, 2024 

બારડોલીમાં અસ્તાન ફાટક નજીક ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. તેમ છતાં ઓવર બ્રિજને અડચણરૂપ મિલકતો દૂર કરવામાં આવી નહોતી. ત્રણ વાર તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવી હોવા છતાં મિલકતદારો મિલકત ખાલી કરી રહ્યાં નહોતા. તેથી આખરે આજે બારડોલી પાલિકાએ પોલીસ બંદોબસ્ત હેઠળ અડચણરૂપ મિલકતોનું ડિમોલિશન કર્યું હતું.


જયારે વરસતા વરસાદમાં બારડોલીની પાલિકાના દબાણ ખાતાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે અડચણરૂપ મિલકતો તોડવા પહોંચ્યા હતા. નોટિસ આપ્યા બાદ પણ મિલકત ધારકોએ દબાણ દૂર નહીં કરતા પાલિકા એક્શનમાં આવ્યું હતું. બારડોલી પાલિકાનો સ્ટાફ તેમજ બારડોલી પોલીસની મદદ મેળવીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન શરૂ કરાયું હતું. વરસાદી માહોલમાં સમગ્ર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અસ્તાન રોડ પર ચાલી રહેલ ડિમોલિશનમાં અસરકારક 25 જેટલી મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application