ભરૂચ ખાતે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહુર્ત તેમજ ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે જિલ્લા માહિતી કચેરી, ભરૂચ દ્વારા તૈયાર કરાયેલી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૨-૨૩માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઈતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સાંસ્કૃતિક વનો, જિલ્લામાં થયેલા વિવિધ લોકાર્પણ/ખાતમુહૂર્ત, વિકાસ કાર્યોનું આગોતરૂ આયોજન સહિતની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તિકા ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રના અભ્યાસુઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રકાશન બની રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500