Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકાર અને ખેડૂતો વચ્ચેની આઠમી બેઠક પણ નિષ્ફળ

  • January 05, 2021 

છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી નવા કૃષિ બિલ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર  વચ્ચે આજે આઠમી બોઠક યોજાઇ હતી. તમામ લોકોને આશા હતી કે આજે ખેડૂતો અને સરકાર વચ્ચે કોઇ સમજૂતી થઇ જશે, પરંતુ સરકાર અને ખેડૂતો વચ્ચેની આઠમી બેઠક પણ નિષ્ફળ રહી છે. બેઠકમાં કોઇ પણ નિર્ણય આવ્યો નથી. ખેડૂતો ત્રણે કૃષિ કાયદાને પરત લેવા માટે અડગ છે. તો સરકાર કાયદા પાછા લેવાની જગ્યાએ તેમાં સંશોધન કરવાની વાત કરી રહી છે. ત્યારે આગામી 8 જાન્યુઆરીએ ફરી સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે.

 

 


સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલ મંત્રી પિયુષ ગોયલ અને પંજાબના સાંસદ સોમ પ્રકાશએ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં 40 ખેડૂત સંગઠનો સાથે લગભગ ત્રણ કલાક સુધી ચર્ચા ચાલા હતી. જેનું કોઇ પરિણામ આવ્યું નથી. આ પહેલા 30 ડિસેમ્બરે જે બેઠક મળી હતી તેમાં સરકારે ખેડૂતોની ચાર માંથી બે માંગનો સ્વીકાર કર્યો હતો. જ્યારે બાકીની બે માંગ અંગે સરકાર પણ અડગ દેખાઇ રહી છે.

 

 

 

ખેડૂતોની એક માંગ છે ટેકાના ભાવના કાયદાની અને બીજી છે કૃષિ બિલ પરત લેવાની. સરકાર ખેડૂતોની આ માંગ સાથે સહમત નથી. તો બીજી તરફ ખેડૂત સંગઠનો પણ નમતું જોખવા માટે તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડૂત આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોના આત્મા માટે પ્રાર્થના દ્વારા બેઠકની શરુઆત થઇ હતી.દર વખતની જેમ આ વખતે પણ ખેડૂતો પોતાનું ભોજન સાથે લઇને આવ્યા હતા. જો કે આજે સરકારના ત્રણે મંત્રીઓએ ખેડૂતો સાથે ભોજન લીધું નહોતું.

 

 


કૃષિ મંત્રી તોમરે બેઠક બાદ કહ્યું કે અમે ઇચ્છતા હતા કે ખેડૂત સંગઠનો ત્રણે કૃષિ કાયદાના પ્રાવધાન અંગે ચર્ચા કરે. પરંતુ ખેડૂત સંગઠનો ત્રણે કાયદાને પરત લેવાની માંગ ઉપર અટલ છે. જેના કારણે આ બેઠકમાં કોઇ સામાધાન મળ્યું નથી. આશા છે કે આગામી બેઠકમાં કોઇ નિર્ણય આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application