Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે સપ્તાહના અંતે દિલ્હીના રેસિડન્ટ ડોક્ટરોની હડતાળ સમાપ્ત

  • January 01, 2022 

નીટ-પીજી કાઉન્સિલિંગમાં વિલંબ થવાને કારણે દિલ્હીમાં રેસિડન્ટ ડોક્ટરોની છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલી હડતાળનો અંત આવ્યો છે. માંગો પૂર્ણ કરવા અંગે સરકાર તરફથી ખાતરી મળતા આજે રસિડન્ટ ડોક્ટરોએ ડયુટી શરૂ કરી દીધી છે તેમ રેસિડન્ટ ડોક્ટરોના ફેડરેશને એક નિવેદનમાં જણાવ્યું છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિએશન (એફઓઆરડીએ) એ આજે બપોરે ૧૨ વાગ્યે હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. એફઓઆરડીએના પ્રમુખ ડો. મનિષે જણાવ્યું હતું કે, સરકાર તરફથી ખાતરી આપવામાં આવતા રેસિડન્ટ ડોક્ટરોએ તેમની હોસ્પિટલમાં રાબેતા મુજબનું કાર્ય શરૃ કરી લીધુ છે. રેસિડન્ટ ડોક્ટરોની બે સપ્તાહની હડતાળને કારણે લોકોને મોટા પ્રમાણમા હાલાકીનો સામનો કરવો પડયો હતો.સરકારે ખાતરી આપી છે કે, તે ૬ જાન્યુઆરી પહેલા સુપ્રીમ કોર્ટમાં કમિટીનો અહેવાલ સુપ્રત કરશે અને ૬ જાન્યુઆરીની સુનાવણી પછી તરત જ નીટ પીજી ૨૦૨૧ કાઉન્સિલિંગનું શિડયુલ્ડ જાહેર કરી દેશે. આ ઉપરાંત આરોગ્ય મંત્રાલયે ગત તા.૨૭ ડિસેમ્બરે શાંતિપૂર્ણ રીતે દેખાવો કરી રહેલા ડોક્ટરો પર પોલીસે કરેલી કાર્યવાહી અંગે ખેદ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત મંત્રાલયે ખાતરી આપી છે કે દેખાવોમાં સામેલ કોઇ પણ ડોક્ટર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application