દિલ્હીને હચમચાવી નાખવાનું જૈશે મહોમ્મદનું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બંને આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંબધ ધરાવે છે. આ બન્ને આતંકવાદીઓ દિલ્હીમાં એક મોટા કાવતરાનો અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આંતકીઓ, દિલ્હીમાં ધમાકાઓ અને વિસ્ફોટ કરવાનાની ફિરાકમાં હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર દિલ્હી પોલીસને આ બન્ને આતંકીઓ વિશે ઈનપુટ મળ્યા હતા. નોંધપાત્ર છે કે આ પછી બંને આતંકીઓને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. સોમવારે રાત્રે 10.15 વાગ્યે સરાયકાલે ખાંના મિલેનિયમ પાર્ક નજીક બંને જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓને ઝડપવામાં સુરક્ષા દળોને સફળતા પ્રાપ્ત થઈ હતી. નોંધપાત્ર છે કે બન્ને આંતકીઓ પાસેથી શસ્ત્રો પણ મળી આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરવામાં આવેલા આતંકીઓની ઓળખ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરનો રહેવાસી અબ્દુલ લતીફ અને કુપવાડા જિલ્લાના હાટ મુલ્લા ગામનો રહેવાસી અશરફ ખાતાના તરીકે થઇ છે. પોલીસને તેમની પાસેથી બે સેમી ઑટોમેટિક પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ મળી આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500