Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયા 2000ની નોટ બદલવાના RBIનાં નિર્ણયને પડકારતી અરજી ફગાવી દેવાના દિલ્હી હાઇકોર્ટનાં ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો

  • June 01, 2023 

2000 રૂપિયાની નોટ બદલવાના RBIનાં નિર્ણયને પડકારતી અરજી ફગાવી દેવાના દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજકર્તાએ કોર્ટને જણાવ્યું છે કે, કોઇ પણ આઇડી પ્રૂફ, સ્લીપ વગર બે હજાર રૂપિયાની નોટ બદલી આપવી કાળા નાણાંને સફેદ કરવાની એક તક છે. ઉલ્લેખનીય છે કે, 29 મે’ના રોજ એડવોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઇએલને દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી હતી.


આ પીઆઇએલમાં એડવોકેટે કોઇ પણ દસ્તાવેજ વગર 2000 રૂપિયાની નોટ બદલી આપવાની SBI અને RBIની જાહેરાતને પડકારી હતી. અરજકર્તાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે હાઇકોર્ટે 19 મે’ના RBIનાં અને 20મે’ના RBIનાં નોટિફિકેશનનું યોગ્ય રીતે મૂલ્યાંકન કર્યુ હતું. આ બંને નોટિફિકેશનમાં જાહેરાત કરવામાં આવી છે કે કોઇ પણ આઇડી પ્રૂફ વગર બે હજાર રૂપિયાની નોટ બદલી દેવામાં આવશે.


એડવોક્ટે જણાવ્યું હતું કે, મોટા ભાગની 2000 રૂપિયાની નોટ વ્યકિતગત લોકરમાં પહોંચી ગઇ છે અથવા તો તેને અલગતાવાદીઓ, આતંકવાદીઓ, નકસલવાદીઓ, ડ્રગ્સ માફિયાઓ, ભ્રષ્ટ સરકારી અધિકારી અને નેતાઓ પાસે પહોંચી ગઇ છે. અરજકર્તાએ માંગ કરી છે કે, RBI અને SBI સુનિશ્ચિત કરે કે બે હજાર રૂપિયાની નોટ ફક્ત બેંક ખાતામાં જ જમા કરાવવામાં આવે. રોકડમાં તેનું એક્ચેન્જ કરવામાં ન આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News