Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળામાં ‘કેપ્ટન સમારોહ’ની ઉજવણી કરાઇ

  • July 17, 2024 

વિદ્યાર્થીઓમાં બાળપણથી જ નેતૃત્વના ગુણો વિકસે તથા ભાવી નેતાઓ આગળ આવે તે માટે દીપ દર્શન ઈંગ્લીશ મીડીયમ શાળાના આચાર્યાના માર્ગદર્શન હેઠળ ગત તારીખ ૯ જુલાઇ ૨૦૨૪નાં રોજ શાળામાં ‘કેપ્ટન સમારોહ’ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

શાળામાં ‘કેપ્ટન સમારોહ’ની ઉજવણી પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા આહવા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચે વિદ્યાર્થીઓને પ્રસંગ અનુરૂપ પ્રવચન આપી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને અન્ય કારકિર્દીની સાથે ભાવી નેતા બનવા આહવાન કર્યું હતું. ‘કેપ્ટન સમારોહ’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ક્લાસ કેપ્ટનો તથા ગ્રુપ કેપ્ટનોની નિમણુંક કરી શપથ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ શાળામાં હેડબોય અને હેડગર્લની પણ નિમણુંક કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News