ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મંગળવારે SMS દ્વારા હત્યાની ધમકી આપવામાં આવી હતી. આ માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે ધમકી આપનાર શખ્સની ઓળખ થઈ ગઈ છે. અને તે અંગે તપાસ ચાલુ છે.
આશ્ચર્યની વાત તે છે કે આ ધમકી ઉત્તર પ્રદેશ સરકારની ઇમર્જન્સી સર્વિસના ડાયલ ઉપર આપવામાં આવી હતી. તે શોર્ટ સર્વિસ મેસેજમાં લખ્યું હતું કે,'હું ટૂંક સમયમાં જ મુ.મં. યોગીની હત્યા કરીશ.'આ ૧૧૨ નંબરના ઓપરેશન કમાન્ડોને ધમકી મળતાં સુશાંત ગોલ્ફ સીટી સ્થિત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. આ ઉપરથી ઇન્ડિયન પીનલકોડ (આઇપીસી) ની કલમ ૫૦૬, ૫૦૭ અને આઈટી એક્ટની કલમ ૬૬ નીચે ગૂનો દાખલ કર્યો પહેલાં તો સહજ રીતે કોઈ અજ્ઞાત વ્યકિત સામે દાખલ કર્યો હતો. પરંતુ પછીથી તે SMS જે ફોન ઉપરથી આવ્યો હતો તેની તપાસ કરતાં પોલીસ આખરે તે અજ્ઞાત વ્યકિતને શોધી કાઢશે તે નિશ્ચિત છે.
મહત્વની વાત તે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ કોચીની એપ્રિલ ચોવીશમીએ યોજાયેલી મુલાકાત સમયે આત્મઘાતી હુમલા દ્વારા હત્યા કરવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો.આ માહિતી આપતા કેરલ પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ કે. સુરેન્દ્રને જણાવ્યું હતું કે, પોલીસે તે ધમકી પત્ર મોકલનારની પાક્કી ઓળખ મેળવી ઝેવીયર નામના એક શખ્સની ધરપકડ કરી છે. તે માટે તેણે તેના પાડોશી સાથેની અંગત અદાવત હોવાનું કહ્યું હતું.વાસ્તવમાં ઝેવીયર તે પત્ર તેના પાડોશીએ લખ્યો છે તેમ જણાવી તે તેના પાડોશીને ફસાવવા માંગતો હતો પરંતુ પોતે જ ફસાઈ ગયો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500