Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઇના DGVCL ના નાયબ ઇજનરેના પુત્રનું મોત,દોઢ વર્ષના સમય ગાળામાં બંને પુત્રના મોત થતા પરિવાર આઘાતમાં

  • August 21, 2022 

વ્યારા ખાતે રહેતા ઉકાઈ DGVCLના નાયબ ઇજનરેનો 19 વર્ષીય પુત્ર સુરત હોસ્ટેલમાં રહી એન્જનરિંગ કરતો હતો. યુવાન જન્માષ્ટમીના આગલા દિવસે રજા નિમિત્તે પોતાની સ્પોર્ટ મોટરસાયકલ લઈ પોતામાં ઘરે ગઈ રહ્યો હતો જે દરમિયાન યુવાનની મોટરસાયકલ હાઇવે પર સ્લીપ થઈ જતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ટૂંકી સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતુ.




મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચંદનવાડી સોસાયટીમાં મકાન નંબર B/43માં રહેતા રાકેશભાઈ ડાહ્યાભાઈ ચૌધરી DGVCL ઉકાઈ ખાતે નાયબ ઇજનરે તરીકે ફરજ બજાવે છે તેઓના બે પુત્રો પૈકીના મોટા પુત્રનું દોઢ વર્ષ અગાઉ અગમ્ય કારણો સર આત્મહત્યા કરી હતી અને નાનો 19 વર્ષીય પુત્ર પાર્થકુમાર સુરતની સ્કેટ એન્જેનરિંગ કોલેજના અભ્યાસ કરે છે ગત 18 ઓગસ્ટના રોજથી ત્રણ દિવસ રજા હોવાના કારણે પાર્થકુમાર પોતાની સ્પોર્ટ મોટરસાયકલ GJ/26 /AC/8837 લઈ પોતાના ઘરે વ્યારા આવવા નીકળ્યા હતા જે દરમિયાન મોડી સાંજે 6 વાગ્યાના અરસામાં ને.હા.53 પરથી પસાર થતી વખતે પલસાણાથી બારડોલી તરફના રસ્તે ધામળોદ ગામના પાટીએ પાર્થ કુમારની મોટરસાયકલ સ્લીપ થઈ જતાં પાર્થને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી 108 મારફતે પાર્થને બારડોલીની રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો ઘટના અંગે મૃતકમાં પિતાએ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application