Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાઇટ ફિટીંગ કરતા સમયે કરંટ લાગતા યુવકનું મોત

  • June 23, 2022 

અમદાવાદમાં નરોડા કૃષ્ણનગર વિસ્તારમાં પ્રિયા સિનેમા પાસે એક સોસાયટીમાં ઇલકટ્રીકની કામગીરી કરી રહેલા યુવકનું કરંટ લાગતા મોત થયું હતું. બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, નરોડા કૃષ્ણનગર વિસ્તારમાં સરગમ પાર્ક પાસે હરિકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઇલેકટ્રીકની કામગીરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા જયંતિલાલ પન્નાલાલ મોદી (ઉ.વ.33) તા.19નાં રોજ કૃષ્ણનગર વિસ્તારમાં સૈજપુર બોઘા ખાતે પ્રિયા સિનેમા પાસે જય આનંદ સોસાયટીમાં મકાન નંબર-6માં લાઇટ ફિટીંગની કામગીરી કરી રહ્યા હતા.




તે દરમિયાન સાંજે 5.30 વાગે અચાનક વિજ કરંટ લાગ્યો હતો જેથી ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન સાંજે 6.45 વાગે તેમનું મોત થયું હતું. બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે  અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News