વાંસદા પોલીસને નવસારી કંટ્રોલ રૂમથી મળેલ માહિતી મુજબ, ખાંભલા ઉગા જવાના રસ્તા પર પીકઅપ વાહન વાછરડા ભરી વઘઈ તરફ જવાની છે. જે બાતમીના આધારે વાંસદા પોલીસે ખાંભલા ઉગા રોડ પર જતા સફેદ કલરની પીકઅપ(નં.જીજે/06/ટી/6137) પંચર પડેલી ઉભી હતી અને બાજુમાં બે યુવાનો ઉભા હતા. ત્યારે વાહન ચાલકનું નામ પૂછતા નામ શીલુભાઈ દેવરભાઈ વળવી(રહે.ચિંચોડ,ડાંગ)જણાવ્યું હતું જ્યારે તેની સાથે બીજા યુવાનનું નામ સોનીયાભાઈ અવસ્યાભાઈ લહરે(રહે.સુસરદા કારભારી ફળિયું,વઘઈ) હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ટેમ્પોની તપાસ હાથ ધરતા ટેમ્પોની પાછળના ભાગે ત્રણ વાછરડા ભરેલા હતા. જે ટૂંકા દોરડાથી બાંધી હલનચલન પણ ના કરી શકે એ હાલતમાં બાંધેલ હતા અને એક વાછરડાની કીંમત 2000/- ગણતા ત્રણ વાછરડા મળી રૂપિયા 6000/- તેમજ ટેમ્પોની કીંમત 1,10,000/- મળી કુલ રૂપિયા 1,16,000/-નો મુદ્દામાલ કબ્જે કરી પશુઓની હેરાફેરી કરવાનું કોઈ પ્રમાણપત્ર ના હોવાથી બંને વિરુદ્દ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500