ડાંગ જિલ્લાના ઘાટ માર્ગમાં મુસાફરો ભરી લઇ જતી એક ખાનગી બસને અકસ્માત નડ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રવિવારે મુસાફરોથી ભરેલી લકઝરી બસ ખીણમાં ખાબકી હતી.પરિણામે ઘણા મુસાફરો તેની નીચે દબાય ગયા હતા. હાલ બે બાળકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.બસમાં કુલ 65 લોકો સવાર હતા.
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.હાલ રાહત અને બચાવની કામગીરી જારી છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.સુરતથી સાપુતારાના પ્રવાસે આવેલી એક ખાનગી બસના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી.ઘટના સ્થળે સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application