આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન, ડાંગ જિલ્લામા સરેરાશ 251.25 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે. ડાંગ જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામાં ચોવીસ કલાક દરમિયાન 275 મી.મી. (મોસમનો કુલ વરસાદ 857 મી.મી.), વઘઇનો 288 મી.મી. (કુલ 872 મી.મી.), સુબિર તાલુકાનો 211 મી.મી. (કુલ 752 મી.મી.), અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો 231 મી.મી. (મોસમનો કુલ 719 મી.મી.) મળી જિલ્લામા કુલ 1005 મી.મી. વરસાદ નોંધાતા, અહીં સરેરાશ 251.25 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ 3200 મી.મી. એટલે કે સરેરાશ 800 મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે.
જોકે જિલ્લામાં જે માર્ગો અસરગ્રસ્ત થયા છે તેમા 1.સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, 2.બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, 3.ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, 4.કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, 5.પીપલદહાડ-જોગથવા રોડ, 6.ઢાઢરા વી.એ.રોડ, 7.આંબાપાડા વી.એ.રોડ, 8.ખાતળ ફાટક થી ઘોડી રોડ, 9.કુડકસ-કોશિમપપાતળ રોડ, 10.સુસરદા વી.એ.રોડ, 11.ચીખલદા વી.એ.રોડ, 12.આહેરડી-બોરદહાડ રોડ, 13.નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, 14.માછળી-ચીખલા-દિવડયાવન રોડ, 15.વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, 16.ઘોડવહળ વી.એ.રીડ, 17.કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, અને 18.પાતળી-ગોદડિયા રોડ, યાતાયાત માટે બન્ધ થવા પામ્યા છે. આ માર્ગો બન્ધ થવાથી 26 ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે. જોકે વહીવટી તંત્રે વાહન ચાલકોને આ માર્ગોને બદલે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500