Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩૧ મી.મી. વરસાદ નોંધાયો

  • July 19, 2022 

આજે સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન, ડાંગ જિલ્લામા સરેરાશ ૩૧ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે. જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા ચોવીસ કલાક દરમિયાન ૩૧ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૬૮૨ મી.મી.), વઘઇનો ૨૭ મી.મી. (કુલ ૧૭૦૨ મી.મી.), સુબિર તાલુકાનો ૨૫ મી.મી. (કુલ ૧૫૬૯ મી.મી.), અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો ૪૩ મી.મી. (મોસમનો કુલ ૧૪૫૭ મી.મી.) મળી જિલ્લામા કુલ ૧૨૬ મી.મી. વરસાદ નોંધાતા, અહીં સરેરાશ ૩૧.૫ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.





આ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ ૬૪૧૦ મી.મી. એટલે કે સરેરાશ ૧૬૦૨.૫ મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે. તા.૧૯મી એ સવારે આઠ વાગ્યાની સ્થિતિએ જિલ્લાના છ માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયેલા હોઈ, આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહેવા પામ્યા છે. ડાંગ જિલ્લાના પંચાયત હસ્તકનાં જે છ જેટલા માર્ગો, અને લો લેવલ કોઝ વે ઉપર હજી પણ વરસાદી પાણીને કારણે વાહન વ્યવહાર માટે બંધ રહ્યો છે.





તેમા, સુબિર તાલુકાનો એક માર્ગ (૧) શિંગાણા-ધુલદા રોડ, અને વઘઈ તાલુકાના (૧) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, (૨) કુડકસ-કોશિમપાતળ રોડ, (૩) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (૪) માછળી-ચીખલા-દિવડયાવન રોડ, અને (૫) પાતળી-ગોદડીયા રોડ વાહન વ્યવહાર માટે બન્ધ થવા પામ્યા છે. આ ૬ માર્ગો બન્ધ થવાથી ૯ ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે. વહીવટી તંત્રે વાહનચાલકોને આ માર્ગોને બદલે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.





ગત દિવસો દરમિયાન ડાંગમા પડેલા સાંબેલાધાર વરસદ બાદ હવે અહીં વરસાદનુ પ્રમાણ ઘટવા પામ્યુ છે. ત્યારે અહીંનુ જનજીવન પણ પુનઃ રાબેતા મુજબ ધબકતુ થયુ છે. સાથે જિલ્લાના વહીવટી તંત્રે પણ સર્વે અને રાહત કામગીરીની ઝડપ વધારી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application