સમગ્ર ડાંગ જિલ્લાનાં ગામડાઓના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જયારે સાપુતારા, આહવા, વઘઈ, શામગહાન સહિત આસપાસનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સાથે જોરદાર વાવાઝોડાની સાથે બરફનાં કરા પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સ્થિતિમાં ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો હતો. તેમજ ગતરોજ તાપી અને ડાંગ જિલ્લાનાં સરહદીય વિસ્તાર સહિત વઘઇ પંથકમાં પણ બરફના કરા અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો હતો.
ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, કેમ કે સતત બીજા દિવસે પણ સમગ્ર ડાંગ જિલ્લામાં ગાજવીજ તથા કાળા ડીબાંગ વાદળો ઉતરી આવ્યા હતા અને અચાનક વાતાવરણમાં પલટા સાથે અમુક ઠેકાણે કમોસમી વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લાનાં સાપુતારા, આહવા, શામગહાન સહિતના આસપાસના વિસ્તારોમાં ગતરોજ બપોરબાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ તાપી અને ડાંગ જિલ્લાનાં સરહદીય વિસ્તારમાં તથા વઘઇ પંથકમાં બરફના કરા અને વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. સમગ્ર ડાંગ જિલ્લામાં અને તાપી જિલ્લાના સરહદીય વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે. આમ, ડાંગી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500