દેશભરમાં અમલમાં મુકાયેલા ત્રણ ફોજદારી કાયદા, ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), અને ભારતીય સાક્ષ્ય સંહિતા (BSA) વિશે લોકોમાં જાગૃકતા આવે તે હેતુસર, ડાંગ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ "જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ" યોજવામાં આવી રહ્યા છે. જેમાં આહવા, વઘઇ, સુબીર, અને આહવા મહિલા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. દ્વારા મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટેના નવા ત્રણ ફોજદારી કાયદા અંગે જાગૃક્તા આવે તે માટે સેમિનારો, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાવામાં આવ્યાં હતાં.
આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત (૧) સાપુતારા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ.શ્રી એમ.ઝેડ.ભોયાના માર્ગદર્શન હેઠળ, નવા કાયદાની સમજ માટે સાપુતારા ખાતે આવેલ સાંદિપની સ્કુલમાં સરકારી વકીલશ્રી મહેશભાઇ પટેલ અને નાયબ મામલતદાર શ્રી સાપુતારા દ્વારા નવા કાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ લોકોને સરકારી બેન્કો તરફથી રાહતદરે અને લાંબાગાળા માટે લોન મળી રહે તે માટે SBI બેંક શામગહાન અને પોસ્ટ ઓફીસ સાપુતારાના અધિકારી/કર્મચારીઓને હાજર રાખી સરકાર તરફથી રાહતદરે મળતી લોનની જાણકારી આપવામાં આવી હતી.
(૨) વઘઈ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. શ્રી પી.બી.ચૌધરી તથા તેઓના સ્ટાફ દ્વારા નવા કાયદાની જાનજાગૃત્તિ માટે વઘઈ શિક્ષણ ભવન ખાતે જનજાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ (૩) સુબીર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ શ્રી કે.જી.ચૌધરી તથા તેઓના સ્ટાફ દ્વારા નવા કાયદાની જનજાગૃત્તિના કાર્યક્રમનું આયોજન સુબીર પોલીસ સ્ટેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત (૪) મહિલા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ સુશ્રી એસ.બી.ટંડેલ તથા તેઓના સ્ટાફ દ્વારા ધવલીદોડ ગામમાં કાર્યક્રમનું આયોજન કરીને નવા કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ સાયબર ક્રાઇમ દ્વારા થતા ફ્રોડ અંગેની માહિતી અને ફ્રોડ થાય તો હેલ્પ લાઈન નંબર-૧૯૩૦,૧૦૦,૧૮૧ ઉપર સંપર્ક કરવા લોકોને અનુરોધ કરાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500