આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોચે તે માટે ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા, જિલ્લા અને તાલુકા પંચાયતના પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓ માટે, સરકારી યોજનાઓની જાણકારી આપવા તેમજ લાભાર્થીઓને યોજનાઓના લાભ લેવા પ્રોત્સાહિત કરવા માટે આહવાના સર્કિટ હાઉસ ખાતે આરોગ્ય વિભાગની યોજનાકીય જાણકારી અંગેના વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ. પરીવારમા બીમારીઓ તેમજ અકસ્માત જેવી નાની મોટી ઘટનાઓ બને છે, ત્યારે આરોગ્ય વિભાગની યોજનાઓ ખુબ જ ઉપયોગી સાબીત થાય છે.
જેથી આરોગ્યની યોજનાઓ લોકો સુધી પહોચવી ખુબ જ જરૂરી છે. તેમ આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ આ પ્રંસગે જણાવ્યું હતું. ડાંગ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત દ્વારા તમામ જન પ્રતિનિધિઓને આરોગ્ય શાખા હસ્તકની સરકારી યોજનાઓ વિશે જાણકારી આપી જન જન સુધી યોજનાઓના પ્રચાર, તેમજ લાભાર્થીઓને યોજનાકિય માહિતી આપી લાભાર્થીઓને સાચી દિશામા માર્ગદર્શન પુરુ પાડવા અનુરોધ કરાયો હતો. આહવાના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનુરાધા ગામિતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર (આરોગ્ય અને પરિવાર કલ્યાણ) દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય શાખામા બાળકો તેમજ મહિલાઓને માટે પાયે સરકારી યોજનાઓનો લાભ પુરો પાડવામા આવે છે.
જેમા જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, રાષ્ટ્રિય પરીવાર નિયોજન કાર્યક્રમ, આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વગેરેનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડવા જન પ્રતિનિધિશ્રીઓને અપીલ કરી હતી. આ ઉંપરાત ડાંગ જિલ્લો ટીબી મુક્ત ભારતના નારાને સાર્થક કરે તે માટે ડી.ટી.ઓ શ્રી બિનેશ ગામિતે ટીબી રોગ વિશે જાણકારી આપી હતી. ટી.બી રોગનો ફેલાવો, તેના ચિહ્નો- લક્ષણો, તેમજ નિદાન અને તેને અટકાવવા માટેના ઉપાયો વિશે માહિતી પુરી પાડી હતી. તેમજ ટી.બી દર્દીઓને દત્તક લેવા પણ તેમણે જન પ્રતિનિધિઓને અપીલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500