દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના શામગહન રેન્જ વિસ્તારના ભાપખલ ગામમાં પાલતુ જાનવર અને મરઘાનું શિકાર કરી તરખાટ મચાવનાર દીપડો પાંજરે પુરાતા સ્થાનિકો સહિત વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, છેલ્લા કેટલાક સમયથી શામગહન રેન્જના ભાપખલ, રાનપાડા વિસ્તારોમાં આદિવાસી ઓના પાલતુ પશુઓ અને મરઘાંનું શિકાર કરી દીપડાએ ભારે તરખાટ મચાવ્યો હતો, જેને કારણે આસપાસના ગ્રામજનો સહિત પશુપાલકોમાં ભયનો માહોલ છવાય જવા પામ્યો હતો.
જયારે ખૂંખાર દીપડાને પાંજરે પુરવા આર.એફ.ઓ. સહિત સ્ટાફે મારણ કરતા વિસ્તારમાં પાંજરું ગોઠવતા શિકારની શોધમાં નીકળેલ દીપડો ખોરાકની લ્હાયમાં પાંજરે પુરાતા પશુપાલકો ભય મુક્ત બન્યા હતા. વન વિભાગે દીપડાને રેસ્કયુ કરી પ્રાથમિક સારવાર કરી જંગલના અન્ય વિસ્તારમાં છોડી મુકવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application